Satya Tv News

રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં જે ઘટના બની છે તેના વિશે જાણીને તમે પણ હચમચી જશો. રૂપિયા કમાવવાની લાલચમાં માવતર જ કમાવતર બન્યા હોવાના અનોખા કિસ્સાએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે. રૂપિયા કમાવવાની લાલચે સાસુ-સસરાએ પુત્ર અને પુત્રવધૂના અંગત રીતે વીડિયો ઉતારી વેબસાઈટ પર મુકતા ખળભળાટ મચી ગયો છે. પરિણીતાએ સાયબર ક્રાઇમમાં સાસુ-સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પુત્રવધૂએ વહેલી પ્રસૂતિ માટે સસરાએ દોરાધાગા પહેરાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. હાલ સાયબર ક્રાઈમે સાસુ-સસરા અને પતિની ધરપકડ કરી છે.

રાજકોટના ધનાઢ્ય પરિવારની 21 વર્ષીય પુત્રવધૂએ આરોપીઓ દ્વારા તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોઈટેશન, સેક્સ્યુઅલ એબેટમેન્ટ કરવામાં આવતું હોવાની ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું છે કે, લગ્નના બે વર્ષમાં જ લાલચુ સાસરિયાએ તેનું જીવન બરબાદ કરી નાખ્યું છે. સાસુ-સાસરિયાએ જ પુત્ર અને પુત્રવધૂના અંગત પળોના વીડિયો ઉતાર્યા હતા. એટલું નહીં આ વીડિયોને વેબસાઇટ પર પણ મૂક્યા હતા. તો વેબ કેમેરાથી 10 વખત તેમની અંગત પળોને લાઈવ કરી હતી.

error: