Satya Tv News

શામજી ફળિયામાં મહિલા કરે દારૂનું વેચાણ
દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધરપકડ
કુલ 1500 નો મુદામાલ ઝડપી પાડ્યો

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવી દીવી ગામના શામજી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી

અંકલેશ્વરના નવી દીવી ગામના શામજી ફળિયામાં રહેતી ગીતા પ્રવીણ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા,પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 15 નંગ બોટલ કબ્જે કરી મહિલા બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: