અધિક માસમાં અનેક મંદિરો ભક્તોથી ઉભરાયા
નર્મદા ઘાટ ખાતે ભક્તો સ્નાન કરવા માટે ઉમટ્યા
વિવિધ પૂજન અર્ચન,દાન પુણ્ય સહિતના કાર્યો
પ્રશાસન તંત્ર દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવાઈ
ભરૂચમાં અધિક માસના અંતિમ દિવસ અને બુધવારી અમાસે ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનો નર્મદા સ્નાન કરવા માટે ઉમટી પડ્યા હતા
હિન્દુ ધર્મમાં અધિક માસ અને શ્રાવણ માસનો વિશેષ મહત્વ રહેલું છે,આ માસમાં દાન પુણ્ય નો વિશેષ મહિમા રહેલો છે, ત્યારે આ વર્ષે અધિક માસ અને શ્રાવણ માસ આમ બે મહિના હિન્દુ ધર્મના ભાઈ બહેનો દ્વારા આ બે માસ દરમિયાન વિવિધ પૂજન અર્ચન દાન પુણ્ય સહિતના કાર્યો કરતા હોય છે, ત્યારે ચાલુ વર્ષે અધિક માસમાં અનેક મંદિરો ભક્તોથી ઉભરાઈ આવ્યા હતા.અધિક માસ અને હવે આવતીકાલથી શરૂ થતો શ્રાવણ માસમાં સમગ્ર ગુજરાત ભરમાંથી આવતા પ્રવાસીઓ ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ ઉપર સ્નાન કરવા ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે હાલ નર્મદા નદીમાં મગરનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે અને નદીના પાણી પણ ઘણા ઊંડા હોવાથી પ્રશાસન તંત્ર દ્વારા અહીંયા યોગ્ય બંદોબસ્ત ગોઠવી મગરથી સાવચિતીના બેનરો લગાવે
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ