પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું ઉદ્દઘાટન
ચિરાગ દેસાઇના હસ્તે રિબિંગ કટિંગ કરી ઉદ્દઘાટન
PI,PSI, આમંત્રિતો,પોલીસ જવાનો રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા અને લોકોને પડતી મુશ્કેલીઓમાં તેઓ પોલીસને ફરિયાદ કરી શકે તે માટે પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું આજરોજ વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇના હસ્તે રિબિંગ કટિંગ કરી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે પી.આઈ અને પી.એસ.આઈ સહિત આમંત્રિતો તેમજ પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર