Satya Tv News

YouTube player

લઘુ ઉદ્યોગ ભારતી ભરુચ જિ.દ્વારા સંવાદ યોજાયો
ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ઉદ્યોગ સંવાદ યોજાયો
ભરુચ જિલ્લા,ગવર્મેન્ટ દ્વારા ઉદ્યોગ સંવાદનું આયોજન
નાના ઉદ્યોગોને વિકાસ મળે તે મુદ્દે ચર્ચા વિચારણા
વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ રહ્યા ઉપસ્થિત 

લઘુ ઉદ્યોગ ભારતી ભરુચ જિલ્લા દ્વારા અંકલેશ્વરના ડી.એ.આનંદપુરા ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ઉદ્યોગ સંવાદ યોજાયો

ઉદ્યોગોને વેગ આપવા અને સ્ટાર્ટઅપ થકી ઉદ્યોગોને વિકાસ આપવાના હેતુથી સ્પર્ધાત્મક ધિરાણ વ્યવસ્થા અને ઔદ્યોગિક વ્યાજ સહાયના મુદ્દા સંગોષ્ઠી અંતર્ગત લઘુ ઉદ્યોગ ભારતી ભરુચ જિલ્લા અને ગવર્મેન્ટ દ્વારા ઉદ્યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં નાના ઉદ્યોગોને વિકાસ મળે સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ ઉદ્યોગ સંવાદમાં અખિલ ભારતીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિ,ડી.આઈ.સીના જનરલ મેનેજર જે.બી.દવે અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશું ચૌધરી,ઝે.આઈ.એના પ્રમુખ અશોક પંજવાણી સહિતના આમંત્રિતો તેમજ ઉદ્યોગકારો,વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: