પ્રોહિબિશન એક્ટના ગુનાનો મામલો
આરોપીને પંચાટી બજાર ખાતેથી ઝડપી પાડ્યો
આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે કોસંબા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીની પંચાટી બજાર ખાતેથી ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એચ.વાળા સહિત ટીમ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પેટ્રોલિંગમા હતી, તે દરમિયાન બાતમી મળી હતી, કે કોસંબા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન ગુનામાં સંડોવાયેલ આરોપી અંકલેશ્વરના પંચાટી બજાર વિસ્તારમાં ફરી રહ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી,અને પંચાટી બજાર પાંજરાપોળ પાસે રહેતો હરેશ પ્રભુ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર