તિલકવાડામાં શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર
શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા
ભજન કીર્તન,સંતવાણી સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો
વિવિધ શિવાલયોમાં સુશોભન,શણગાર કરાયા
શિવાલયો જય જય ભોલેનાથના અવાજથી ગુંજી ઉઠ્યા
તિલકવાડા નગરમાં આવેલા પ્રાચીન અને અર્વાચીન શિવાલયોમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શિવ ભક્તો વહેલી સવારથી જ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.
શ્રાવણ મહિનાના પહેલા સોમવારની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવતી હોય છે શિવભક્તો માટે શ્રાવણ મહિના ના દરેક સોમવારનો સવિશેષ મહત્વ ધરાવતા હોય છે હાલ શ્રાવણ મહિનાનો શુભારંભ થઈ ગયો છે અને શ્રાવણ મહિનાના પહેલા સોમવારે તિલકવાડા નગરમાં આવેલા મણી નાગેશ્વર મહાદેવ. તિલકેશ્વર મહાદેવ તથા ચંદ્રેશ્વર અને નર્મદેશ્વર મહાદેવ તથા વાડિયા નજીક આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ સહિત પ્રાચીન અર્વાચીન શિવાલયોમાં શિવ ભક્તો વહેલી સવારથી જ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા સાથે જ શિવલિંગ ઉપર ધતુરા ચંદન ચોખા જલાભિષેક બીલીપત્ર અભિષેક પંચામૃત અને દુધાભિષેક માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી તે ઉપરાંત શિવાલયોમાં ચારેય પ્રહારની મહા આરતી દીપમાળા પુંજા અર્ચના રૂદ્ધાભિષેક તેમજ લઘુરુદ્ર શિવ ભજન કીર્તન અને સંતવાણી સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને તિલકવાડા નગરના વિવિધ શિવાલયોમાં સુશોભન અને શણગાર કરવામાં આવ્યા છે, શિવ ભક્તો ઉમટી પડતા તમામ શિવાલયો હર હર મહાદેવ અને જય જય ભોલેનાથ ના અવજ થિ ગુંજી ઉઠ્યા છે
વિડીયો જર્નાલિસ્ટ વસિમ મેમણ સાથે સત્યા ટીવી તિલકવાડા