Satya Tv News

YouTube player

ઉમરવાડાથી સંજાલી ફાટક સુધીમાં થઈ વાયરો ચોરી
35 મીટર કોન્ટેક વાયરો ચોરી કરી ઇસમો ફરાર
કોન્ટેક વાયરોની ચોરી કરનાર ત્રણ ઇસમો ઝડપાયા
ત્રણ ઇસમોને 14 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
પાનોલી પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી 

અંકલેશ્વર તાલુકાનાં ઉમરવાડાથી સંજાલી ફાટક વચ્ચેથી ન્યૂ રેલ્વે લાઇન ઉપરથી કોન્ટેક વાયરોની ચોરી કરનાર ત્રણ ઇસમો ઝડપાયા

સુરતના સિગળપૂર વિસ્તારમાં આવેલ ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં રહેતા પંકજ સોલંકી સી.આઈ.એસ.બી સિક્યુરિટી સર્વિસમાં મેનેજર તરીકે નોકરી કરે છે.તેઓની કંપની સિક્યુરિટી ગાર્ડનો કોન્ટ્રાક્ટ ચલાવે છે.વડોદરાથી મુંબઈ ન્યુ ગુડ્ર્સ રેલ્વે લાઇન ઉપર એલએંડટી કંપની દ્વારા ઇલેક્ટ્રિકલ વાયરો લગાવવામાં આવી રહ્યા છે.તે દરમિયાન ગત તારીખ-14મી જુલાઇથી 31 ઓગસ્ટ સુધીમાં અજાણ્યા ઇસમોએ ત્રાટકી ઉમરવાડાથી સંજાલી ફાટક સુધીમાં 35 મીટર કોન્ટેક વાયરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા, તે વેળા ભરુચ પેરોલ પોલીસે બાકરોલ બ્રિજ પાસેથી અંકલેશ્વરના હસ્તી તળાવ સિધ્ઢેશ્વરી સોસાયટીમાં રહેતો મુકેશ રમાકાંત પ્રજાપતિ,રામકિશોર સ્વામીદયાળ જ્યસ્વાલ તેમજ અજય રમાછત્રસિંહ ચૌહાણને શંકાસ્પદ કોપરના ટુકડા મળી 14 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પાનોલી પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: