રાજમંદિર સોસાયટીમાં તસ્કરો ત્રાકટયા
સોનાના ઘરેણા સહિત રોકડની ચોરી કરી ફરાર
મકાન માલિકે પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
કુલ રૂ.1.39 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર
અંકલેશ્વરના અંદાડા ગામની રાજમંદિર સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા સહિત રોકડ મળી 1.39 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વરના અંદાડા ગામના રાજમંદિર સોસાયટીમાં રહેતા નિરવ શિવલાલ પરમાર અગસ્તી વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ નિભાવે છે. તેઓ ગત તારીખ 30મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનના પર્વ નિમિત્તે ઉમલ્લા ખાતે ગયા હતા. દરમિયાન તેઓના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને મકાનમાં રહેલ સોનાના ઘરેણા સહિત રોકડ રૂપિયા 9 હજાર મળી કુલ રૂપિયા 1.39 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે તેઓ ઘરે પરત ફરતા ચોરી અંગે જાણ થઈ હતી. ચોરી અંગે મકાન માલિકે અંક્લેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર