કન્ટેનરમાં બનાવેલ ચોરખાનામાંથી ઝડપાયો દારૂ
કન્ટેનરના ચોરખાનામાંથી લાખોનો દારૂ ઝડપાયો
ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી
કુલ 31.30 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
અંકલેશ્વર હાઇવે ઉપર આવેલ હોટલ સિલ્વર સેવન પાસે મુખ્ય માર્ગની બાજુમાં પાર્ક કરેલ કન્ટેનરમાં બનાવેલ ચોરખાનામાંથી 21.10 લાખનો વિદેશી દારૂ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો .
ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા અને અંકલેશ્વરના વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ દ્વારા પ્રોહીબિશન જુગા૨ની અસામાજીક પ્રવુતી ચલાવતા તત્વો સામે પગલાં ભરવા આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ.વી.યુ.ગડરીયા અને સ્ટાફ પોલીસ મથકે હાજર હતા, તે દરમિયાન બાતમી મળી હતી, કે હોટલ સીલ્વર સેવન પાસે મુખ્ય રોડ ઉપર બંધ બોડીના કન્ટેનર નંબર-જી.જે.01.ડી.ઝેડ.2098 પાર્ક કરેલ છે, જેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા,. પોલીસે કન્ટેનરની અંદર ઉપરના ભાગે બનાવેલ ચોરખાનામાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 4260 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 21.30 લાખનો દારૂ અને 10 લાખનું કન્ટેનર મળી કુલ 31.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર