Satya Tv News

અંકલેશ્વર-વાલિયા રોડ પર સર્જ્યો અકસ્માત
કોન્ક્રીટ મશીનના વાહન ચાલકે બાઇકને ટક્કર મારી
વાહનના ટાયરો પત્ની પર ફરી વળતા મોત
ઇજાગ્રસ્ત પતિને JB મોદી હોસ્પિટલ ખસેડયો
અકસ્માત સર્જક વાહન મૂકી ફરાર

અંકલેશ્વર -વાલિયા રોડ પરથી પસાર થઈ રહેલા રેડીમીકસ કોન્ક્રીટ મશીનના વાહનના ટાયરો બાઇક સવાર પર ફરી વળતા પત્નીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું,જયારે પતિને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડ્યા હતા.

અંકલેશ્વર GIDC માં 500 કવાટર્સ સામે આવેલી ગણેશ પાર્ક સોસાયટીમાં 42 વર્ષીય દિપક મહાદેવ ગવાંડલકર 36 વર્ષીય પત્ની આશાવરી સાથે રહે છે. પતિ ઝઘડિયાની થરમેક્સ કંપનીમાં નોકરી કરે છે. જ્યારે પત્ની પી.પી. સવાણી સ્કૂલમાં શિક્ષિકા હતી.આજે રવિવારે બપોરે દંપતી બાઇક લઈ અંકલેશ્વર સિટીમાં કામ અર્થે આવ્યા હતા. જ્યાંથી પરત તેઓ ઘરે જઇ રહ્યા હતા. અંકલેશ્વર – વાલિયા રોડ પરથી પસાર થતી વેળા પાછળ આવી રહેલા રેડીમીકસ કોન્ક્રીટ મશીનના વાહન ચાલકે બાઇકને ટક્કર મારી હતી.અકસ્માતમાં પતિ અને પત્ની બંને બાઇક પરથી પછડાઈ વાહન નીચે આવી ગયા હતા. વાહનના ટાયરો આશાવરી પર ફરી વળતા તેઓનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.જ્યારે પતિ વાહન નીચે ફસાઈ ગયો હતો. આસપાસના વાહન ચાલકો અને લોકોએ આવી જઈ વાહન નીચે ફસાયેલ પતિને મહા મહેનતે બહાર કાઢ્યો હતો. 108 એમ્બ્યુલન્સમાં ગંભીર ઇજાગ્રસ્ત પતિ અને પત્નીના મૃતદેહને જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડી જીઆઇડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનામાં અકસ્માત સર્જક વાહન મૂકી ફરાર થઇ ગયો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: