રેલ્વે સ્ટેશન પાસે ગુજરાત ક્વિન ટ્રેનની ઘટના
ટ્રેનમાં બેઠેલ મુસાફરનો ફોન ઝૂટવી ગઠિયો ફરાર
43 હજારના મોબાઈલ ફોનને ઝૂટવી ફરાર
ચોરી અંગે રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે ગુજરાત ક્વિન ટ્રેનમાં બેઠેલ મુસાફરનો મોબાઈલ ફોન ઝૂટવી ગઠિયો ફરાર થઈ ગયો હતો.
હાંસોટના જૂના ઓભાં ગામના વચલા ફળિયામાં રહેતા મિહિર વસંત પટેલ ગત તારીખ-6થી સપ્ટેમ્બરના રોજ આણંદ રેલ્વે સ્ટેશનથી ગુજરાત ક્વિન ટ્રેનમાં સવાર થઈ કોસંબા ખાતે જઈ રહ્યા હતા, તે દરમિયાન અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા ઇસમે મુસાફરના હાથમાં રહેલ મોંઘીદાટ કંપનીના 43 હજારના મોબાઈલ ફોનને ઝૂટવી ફરાર થઈ ગયો હતો. મોબાઈલ ફોનની ચોરી અંગે રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર