Satya Tv News

YouTube player

શ્રાવણ વદ આઠમએ શ્રીકૃષ્ણનો જન્મોત્સવ
ભોઇ સમાજ દ્વારા મટકી ફોડ સાથે કૃષ્ણ જન્મોત્સવ
કૃષ્ણ જન્મોત્સવને આવકારવા વિવિધ આયોજનો કર્યા
ઘંટ,શંખનાદ સાથે આતશબાજી કરી કાનાને આવકાર્યા
કેળના પાન, પંજેરી સહિતનું ધૂમ વેચાણ થયું

અંકલેશ્વરમાં ગુરુવારે રાતે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવની ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરવા ભક્તોમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો.

શ્રાવણ વદ આઠમને જન્માષ્ટમીમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવને વધાવવા અંકલેશ્વર શહેરમાં ભવ્ય કાર્યકમોનું આયોજન કરાયું હતું.શેરીઓ, સોસાયટીઓ, ફ્લેટ, ટાઉનશીપ, હવેલી, મંદિરો તેમજ ભોઇ સમાજ દ્વારા મટકી ફોડ સાથે કૃષ્ણ જન્મોત્સવ રાતે 12 વાગે ઉજવવા વિવિધ કાર્યકમ રાખવામાં આવ્યા હતા. લોકોએ ઘરે પણ કૃષ્ણ જન્મોત્સવને આવકારવા વિવિધ આયોજનો કર્યા હતા. કેળના પાન, પંજેરી સહિતનું ધૂમ વેચાણ થયું હતું. રાતે 12 કલાકે લોકો ઘંટ અને શંખનાદ સાથે આતશબાજી કરી કાનાને આવકારવા સજ્જ બન્યા છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: