Satya Tv News

YouTube player


અંકલેશ્વરની જોય હોસ્પિટલમાં વધુ એક સુવિધા ઉપલબ્ધ કરાય

જોય બ્લડ સ્ટોરેજ સેન્ટરનું કરાયું ઉદ્ઘાટન

ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું ઉદ્ઘાટન

હોસ્પિટલ સ્ટાફ અને તબીબીઓ રહ્યા ઉપસ્થિત


અંકલેશ્વર શહેરના મહાવીર ટ્રનિંગ સ્થિત આવેલ જોય હોસ્પિટલમાં જોય બ્લડ સ્ટોરેજનું ઉદ્ઘાટન લોકલાડીલા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ.


અંકલેશ્વરના શહેરના મહાવીર ટ્રનિંગ પાસે આવેલ પ્રખ્યાત હોસ્પિટલ જોય હોસ્પિટલના તબીબ જીગ્નેશ પટેલ દ્વારા વધતી જતી બ્લડની માંગને લઇ પોતાના જ ક્લિનિકમાં જોય બ્લડ સ્ટોરેજ સેન્ટરની શરૂઆત કરી છે. જેનું ઉદ્ઘાટન અંકલેશ્વર હાંસોટના લોકલાડીલા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે હોસ્પિટલના તબીબના જીગ્નેશ પટેલ તેમનો પરિવાર, હોસ્પિટલનો સ્ટાફ સહીત ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ : ઈશ્વરસિંહ પટેલ – ધારાસભ્ય – અંકલેશ્વર હાંસોટ

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: