Satya Tv News

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સ્વિફ્ટ કાર નંબર-જી.જે.06.પી.એ.2282માં પરેશ બોરશે વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલ કોસમડી ગામના પદ્માવતી કોમ્પલેક્ષ સામે મહાકાળી સર્વિસ સ્ટેશન પાસે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો અને કાર કબ્જે કરી હતી અને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે

error: