બોરભાઠા બેટ નજીક પૂરગ્રસ્ત પામેલ દાદીમાં
દાદીના ઝૂંપડાને ઉભુ કરવાનો યુવાને કર્યો સંકલ્પ
ઝૂંપડાને ઉભુ કરી દાદીના ચેહરા પર લાવી મુસ્કાન
પૂરગ્રસ્ત પામેલ લોકોને મદદરૂપ થવા કરી અપીલ
ખજુર ભાઈથી પ્રેરણા લઈ યુવાને પૂરના પાણીમાં વહી ગયેલ દાદીના ઝૂંપડાને ફળી ઉભુ કરી માનવતાની મહેક પ્રસરાવી
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાને લઈને નર્મદા નદી બે કાંઠે વેહતી થઈ હતી,જ્યારે નર્મદા નદીના કિનારે આવેલ ગામમાં અને શહેરોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું,પૂરના પાણીના કારણે અનેકો ઝૂંપડાઓ અને ઘરો પાણીમાં તળાઈ ગયા હતા,જેમાં અંકલેશ્વરના બોરભાઠા બેટ નજીક નર્મદા પૂરમાં અસરગ્રસ્ત પામેલ એક દાદીનું ઝુંપડું પણ પાણીમાં તળાઈ ગયું હતું.
અંકલેશ્વરના લાઇફકેર ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનને જાણ થતા જ યુવાને નર્મદાના પુરમાં અસરગ્રસ્ત પામેલ દાદીના ઝૂંપડાને ફરી એકવાર ઉભુ કરવાનો સંકલ્પ કર્યો હતો,યુવાને દાદીનું ઝૂંપડું ફરી ઉભુ કરવા માટે પિલ્લર અને પતરા સહિતના સામાન સામગ્રીની સગવડ કરી હતી ,ફરી એકવાર દાદીના ઝૂંપડાને ઉભુ કરી દાદીના ચેહરા ઉપર મુસ્કાન લાવી હતી.યુવાને અન્ય સંસ્થા અને સામાજિક કાર્યકર્તાને પણ આગળ આવી પૂરમાં અસરગ્રસ્ત પામેલ લોકોને મદદરૂપ થવા માટેની અપીલ કરી હતી.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર