Satya Tv News

YouTube player

બેન્કના સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પ
બેન્કના કર્મચારીઓ,ગ્રાહકોએ કર્યું રક્તદાન
100થી વધુ યુનિટ બોટલનું કર્યું રક્તદાન
રેડ ક્રોસ બ્લડ બેન્કનો સ્ટાફ રહ્યો ઉપસ્થિત 

ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક અંકલેશ્વર શાખા દ્વારા બેન્કના સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક દ્વારા દર વર્ષે બેન્કના સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે રેડ ક્રોસ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે આજરોજ બેન્કના 52માં સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં બેન્કના કર્મચારીઓ અને ગ્રાહકોએ 100થી વધુ યુનિટ બોટલ રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં બેન્કના બ્રાન્ચ મેનેજર કલ્પેશ બદામી,નીરવ શાહ અને બેન્કના કર્મચારીઓ તેમજ રેડ ક્રોસ બ્લડ બેન્કનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: