ડેનો ફાર્મ કેમિકલ્સ કંપનીમાંથી પાઉડરની ચોરી
કીટોકોનાજોલ પાઉડરની ચોરીનો મામલો
કંપનીના પ્લાટ ઓપરેટરને પાઉડર સાથે ઝડપી પાડ્યો
કંપની દ્વારા હજારોના પાઉડરની ચોરી નોંધાવી ફરિયાદ
ચોરીમાં સંડોવાયેલ ત્રણેય કર્મચારીઓને ઝડપી પાડ્યા
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની કર્માતુર ચોકડી પાસે આવેલ ડેનો ફાર્મ કેમિકલ્સ કંપનીમાંથી કીટોકોનાજોલ પાઉડરની ચોરીના મામલામાં શિફ્ટ ઇન્ચાર્જ,ઓપરેટરના કહેવાથી પ્લાન્ટ ઓપરેટરે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
અંકલેશ્વરના ગડખોડ પાટિયા સ્થિત વેલકમ નગરમાં રહેતા વિનય રામ વિરાજ્ન સિંગ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની કર્માતુર ચોકડી પાસે આવેલ ડેનો ફાર્મ કેમિકલ્સ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બનાવે છે.જેઓની કંપનીમાં ગત તારીખ-4થી ઓકટોબરના રોજ રાતે સિક્યુરિટી ગાર્ડનો ફોન આવ્યો હતો. અને કંપનીમાં પ્લાટ ઓપરેટર તરીકે ફરજ બજાવતા અવિનાશ વર્માને ત્રણ કિલો કીટોકોનાજોલ પાઉડર સાથે પકડી પાડ્યો હોવાનું જણાવ્યુ હતું. જે બાદ કંપનીના જનરલ મેનેજરે અવિનાશ વર્મા અને તેના કોન્ટ્રાકટરને બોલાવી તેની પૂછપરછ કરતાં આ પાઉડરનો જથ્થો શિફ્ટ ઇન્ચાર્જ યતેનદારસિંગ તેમજ મનોજ સિંગના કહેવાથી ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. કંપની દ્વારા આ 13 હજારના કીટોકોનાજોલ પાઉડરની ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ નોંધી ચોરીમાં સંડોવાયેલ ત્રણેય કર્મચારીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર