જીતાલી ગામના નવનિર્માણધીન મકાનની ઘટના
મકાનના પગથિયા ઉતરથી વેળાએ કામદારનું મોત
માથાના ભાગે ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા
ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું
GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વરના જીતાલી ગામની ગાર્ડન સિટીના બ્લોક ડી-7માં નવનિર્માણધીન મકાનના પગથિયા પરથી પાણી પીવા ઉતારી રહેલ કામદાર પટકાતાં તેનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું.
મૂળ પંચમહાલના ધોધંબાના રાણીપુરા ગામના વણઝારા ફળિયાના અને હાલ અંકલેશ્વરના જીતાલી ગામની ગાર્ડન સિટીના બ્લોક ડી-7માં રહેતા મધુર વણઝારા અને 30 વર્ષીય દિપકસિંહ ઉર્ફે દલપત બારિયા અન્ય કામદારો સાથે મકાનની કામગીરી કરી રહ્યા છે, તે દરમિયાન ગતરોજ રાતે મકાનના ધાબા ઉપર સૂતેલા દિપકસિંહ બારિયા પાણી પીવા અને બાથરૂમ માટે નીચે ઉતરી રહ્યા હતા. તે વેળા પગથિયાં પરથી નીચે પડી જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આજરોજ સવારે તેનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું. બનાવ અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર