Satya Tv News

YouTube player

નવા દિવા ગામમાંથી બે સગાભાઈઓ ગુમ
ગુમ થયેલ ભાઈઓની પોલીસ મથકે કરી જાણ
બંને ભાઇઓની શોધખોળ કરતાં ન મળ્યા
એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવ્યો ગુનો 

અંકલેશ્વરના નવા દિવા ગામના મોર ફળિયામાં રહેતા બે સગાભાઈઓ ગુમ થતાં પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.

મૂળ બિહારના અને હાલ અંકલેશ્વરના નવા દીવા ગામના મોર ફળિયામાં રહેતા 13 વર્ષીય રવિ અમરદીપ મંડલ અને 11 વર્ષીય વિકુમાર અમરદીપ મંડલ ગત તારીખ-6ઠ્ઠી ઓક્ટોબરના રોજ .હિન્દી માધ્યમ પ્રામિક શાળા નોબડીયા સ્કૂલ ખાતે જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા, તે દરમિયાન બંને બાળકો હાંસોટ રોડ ઉપર તેઓના પિતાના મળ્યા હતા. જેઓને પિતાએ ઠમકો આપતા બંને ત્યાંથી ક્યાં ગુમ થયા છે.આ બંને સગાભાઇઓની પરિવારજનોએ ભારે શોધખોળ કરતાં તેઓ મળી નહીં આવતા પરિવારજનોએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: