Satya Tv News

YouTube player

વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સ્પર્ધા,ફોટોગ્રાફસના પ્રદર્શન
ખુશી પટેલે સરીસૃપ વિભાગમાં પ્રથમ ક્રમ કર્યો હાંસલ
ગાંધીનગરમાં ઈન્દ્રોડા પાર્ક ખાતે ફોટોગ્રાફી સ્પર્ધા
ખુશીએ 3 ક્રમાંક પ્રાપ્ત કરી અંકલેશ્વરનું નામ કર્યું રોશન 

વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સ્પર્ધા અને ફોટોગ્રાફસના પ્રદર્શનમાં અંકલેશ્વરની ખુશી મયુરચંદ્ર પટેલે સરીસૃપ વિભાગમાં પ્રથમ ક્રમ હાંસલ કરી ભરુચ જિલ્લાનું નામ રોશન કર્યું.

વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત ગાંધીનગરમાં ઈન્દ્રોડા પાર્ક ખાતે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સ્પર્ધા અને ફોટોગ્રાફસના પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અંકલેશ્વરની ખુશી મયુરચંદ્ર પટેલએ સરીસૃપ વિભાગમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો જ્યારે ગત તારીખ-૧૯ ઓગસ્ટ વિશ્વ ફોટગ્રાફી દિવસના રોજ ઇન્દોર ખાતે નેશનલ લેવલની વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં પણ ખુશી પટેલે તૃતિય ક્રમાંક પ્રાપ્ત કરી ભરુચ જિલ્લા સહિત અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: