Satya Tv News

YouTube player

જૂના સરફુદ્દીન ગામ ગ્રામજનોએ પાઠવ્યું આવેદન
મામલતદાર કચેરી ખાતે પાઠવ્યું આવેદન
તંત્ર દ્વારા સર્વે કરી ચુકવાયું હતું કેશડોલ
ગામમાં ફક્ત 30 લોકોને જ સહાય ચૂકવાઇ
ઘણા લોકોને વળતર મળ્યું ન હોવાના આક્ષેપ કરાયા
સહાય ન ચૂકવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

અંકલેશ્વર તાલુકાનાં પુરગ્રસ્ત જૂના સરફુદ્દીન ગામમાં અસરગ્રસ્તોને કેશડોલની સહાય નહીં ચૂકવાઈ હોવાની બુમરાણ વચ્ચે મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવાયું.

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે અંકલેશ્વર તાલુકાનાં પુરગ્રસ્ત જૂના સરફુદ્દીન ગામના આગેવાન ભરત વસાવા,કોંગ્રેસના આગેવાન શરીફ કાનુગા સહિતના ગ્રામજનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું .જેમાં જણાવ્યા અનુસાર 17મી સપ્ટેમ્બરના રોજ પૂરને પગલે ગામમાં પૂરના પાણી ફરી વળતાં ભારે નુકશાન થયું હતી. જે બાદ તંત્ર દ્વારા સર્વે કરી કેશડોલની ચૂકવવામાં આવ્યું છે. પરંતુ અસરગ્રસ્તોને સહાય મળી જ નથી તેવા ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે ગામમાં ફક્ત 30 લોકોને જ સહાય ચૂકવાઇ છે. જ્યારે ઘણા લોકોને હજી સુધી વળતર મળ્યું નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા જો વહેલી તકે સહાય નહીં ચૂકવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: