સેલંબામાં થયેલ પથ્થરમારા મામલે ખુલાસો
પોલીસે ગુનાની ગંભીરતા લઈ તપાસ હાથ ધરી
ફરિયાદીનાં તમામ આરોપો ખોટા સાબિત થયા
નર્મદા પોલીસે વસીમની કરી અટકાયત
નર્મદાના સેલંબામાં બજરંગ દળની શોર્ય જાગરણ યાત્રા દરમિયાન પથ્થર મારાની ઘટના બાદ બનેલી લૂંટફાટ ઘટનામાં નવો વળાંક આવ્યો છે.
જેમાં સેલંબા પથ્થરમારા, લૂંટની ઘટનાનો ફરિયાદી વસીમનો આરોપ ખોટો નીકળ્યો છે. જેમાં વસીમે જાતે જ પોતે બીજા પાસે ધમકી ભર્યા કોલ કરાવતો હોવાની ચોકાવનારી હકીકત પોલીસ તપાસમાં બહાર આવી છે.પોતાની દીકરી પર જાતેજ બ્લેડ ના ઘા મારી અને હુમલાની ખોટી ફરિયાદ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે
વસીમ નામના ફરિયાદીએ ફરિયાદ કરી હતી કે તેઓને કેટલાક બુકાની ની ધારકો ધમકી આપે છે ત્યારબાદ તેને બીજી ફરિયાદ કરી હતી કે તે જતો હતો તેની પુત્રી સાથે ત્યારે તેની ઉપર કેટલાક બાઈક સવાર હોય તેની ઉપર તીક્ષ્ણ હથિયાર થીહુમલો કર્યો છે અને આ હુમલા માં જેની બાળકી અને તેના ઉપર બ્લેડથી ઘા કર્યા છે હોવાની ફરિયાદ સાગબારા પોલીસ સ્ટેશન માં કરવામાં આવી હતી જે બાબતે પોલીસે તપાસ કરી તો ફરિયાદી વસીમ નો આરોપ ખોટો નીકળ્યો અને વસીમે જાતે જ પોતે જાતે જ બીજા પાસે ધમકી ભર્યા કોલ કરાવતો અને જે હુમલો થયો ની ફરિયાદ કરી એ બાબતે પોલીસે ખુલાસો કર્યો કે જેને જાતે બ્લેડના ઘા માર્યા હતા,અને આજે આ તમામ ઘટના ને લઈ જે ફરિયાદી હતો જે આરોપી સાબિત થતા નર્મદા પોલીસે જેની અટકાયત કરી છે અને હજુ આ ઘટનામાં એની સાથે કોણ કોણ સામેલ છે જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા