Satya Tv News

YouTube player

ઉમરવાડાના નવા બ્રિજ નીચેથી ઝડપાયો દારૂ
પોલીસે બાતમી વાળી ગાડીને અટકાવી
40 હજારના મુદ્દામાલ સાથે1ઇસમ ઝડપાયો
અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી 

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ઉમરવાડા માર્ગ ઉપર નવા બની રહેલ રેલવે બ્રિજ નીચેથી 40 હજારના મુદ્દામાલ સાથે એક ઇસમ ઝડપાયો.

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના નવા બની રહેલ રેલવે બ્રિજ નીચેથી વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે. જેવી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે વોન્ચ ગોઠવી હતી. પોલીસે બાતમી વાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી ગાડી ઉપરથી વિદેશી દારૂનો 40 હજારનો જથ્થો મળી એક ઇસમને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: