Satya Tv News

CBSE બોર્ડે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઓનલાઈન મોડમાં શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓને આ માટે અરજી કરવા માટે 31 ડિસેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ શિષ્યવૃત્તિ માટે કોણ અરજી કરી શકે છે, કેવી રીતે અરજી કરવી, આ બધી વિગતો નીચે જોઈ શકાય છે.

શિષ્યવૃત્તિ માટે નોંધણી કરવા માટે વિદ્યાર્થીઓએ પહેલા ઓફિશિયલ વેબસાઈટ- Scholarships.gov.in પર જવું પડશે.

વેબસાઇટના હોમ પેજ પર Applicant Cornerની લિંક પર ક્લિક કરો.

આ પછી ન્યૂ રજિસ્ટ્રેશનની લિંક પર ક્લિક કરવું

આગળના પેજ પર Fresh Application પર જાઓ અને જરૂરી વિગતો ફીડ કરીને નોંધણી કરો.

નોંધણી કરી લીધા પછી પ્રિન્ટઆઉટ લો.

CBSE બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ આ સ્કોલરશિપ માટે ફક્ત તે જ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે, જેમણે 80 ટકાથી વધુ માર્ક્સ સાથે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હોય. આ સિવાય પરિવારની વાર્ષિક આવક 4.5 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. આ ઉપરાંત અન્ય કોઈ પણ વિદ્યાર્થીએ શિષ્યવૃત્તિ યોજના માટે અરજી કરવી જોઈએ નહીં.

error: