Satya Tv News

સુરતમાં આજે એક જ દિવસમાં 2 હાર્ટ એટેકના કેસ સામે આવ્યા છે. ડીંડોલી વિસ્તારના 41 વર્ષીય યુવક યોગેશ આહીરે નવાગામમાં આવેલ CNG પમ્પ પાસે મહાનગરપાલિકાના ગાર્ડનમાં મોર્નિંગ વોક કરી રહ્યો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો હતો. આ તરફ યુવકને હોસ્પિટલ સારવાર માટે લઈ જવાતા ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ સાથે આજે સુરતમાં 23 વર્ષીય યુવાન ચમન સાવસિયાનું પણ મોડી રાત્રે હાર્ટએટેક આવતા મૃત્યુ નીપજ્યું છે. આ તરફ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે 53 વર્ષીય પૂજારી નરેશ ત્રિવેદીને હાર્ટ એટેક આવતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેઓ હોસ્પિટલ પહોંચતા જ રસ્તામાં જ ઢળી પડતાં મોત થયું છે.

error: