Satya Tv News

પશુઓના ઘાસચારાની આડમાં સંતાડી હતો દારૂ
વિદેશી દારૂ જથ્થા સાથે બે ઇસમોનેની ધરપકડ
11.69 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા

ભરુચ એલસીબીએ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ માંડવા ટોલપ્લાઝા પાસેથી પશુઓના ઘાસચારાની આડમાં સંતાડી લઈ જવાતા વિદેશી દારૂ જથ્થા સાથે બે ઇસમોને 11.69 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા.

ભરુચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટ્રક નંબર-આર.જે.21.જી.સી.5866માં પશુઓના સૂકા ઘાસચારાની આડમાં સંતાડી વિદેશી દારૂનો જથ્થો ભરી સુરતથી ભરુચ તરફ જનાર છે જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ માંડવા ટોલપ્લાઝા પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતાં સૂકા ઘાસચારાની નીચેથી વિદેશી દારૂની 865 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 74 હજારનો દારૂ અને ટ્રક મળી કુલ 11.69 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બનાસકાંઠાના તેનીવાડા સ્થિત મોમીન નગરમાં રહેતો ઇસ્તિયાક હનીફ નેદરિયા તેમજ મોહમંદ અકબર સિપાઈને ઝડપી પાડ્યો હતો ઝડપાયેલ બંનેની પોલીસે પૂછપરછ કરતાં વિદેશી દારૂનો જથ્થો મુંબઈના ઈમરાન નામના ઇસમે ભરી આપી ઉંઝાના સુનિલને આપવાનું હોવાની કબૂલાત કરી હતી

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સત્યા ટીવી અંકલેશ્વર

error: