મુંબઈના દહીંસરમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાળકરના લાઈવ મર્ડરે સનસની મચાવી છે. MHB એરિયામાં ફેસબુક લાઈવ વખતે મોરિસ ભાઈ નામના શખ્સે અભિષેક ઘોસાળકર પર 3 ગોળીઓ છોડતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયાં હતા જે પછી તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં તેમનું મોત થયું હતું. ઘટના બની ત્યારે મોરિસ પણ તેમની સાથે ફેસબુક લાઈવમાં બેઠો હતો આ દરમિયાન વચ્ચે ઊભા થઈને મોરિસ તેની પર પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. આના થોડા સમય બાદ મોરિસે પણ જાતને ગોળીબાર કરીને આપઘાત કરી લીધો હતો.જુની અદાવતમાં મોરિસે અભિષેકની હત્યા કરી હોવાનું જણાવાઈ રહ્યું છે. અભિષેક ઘોસાળકર શિવસેના ઉદ્ધવ જૂથના નેતા વિનોદ ઘોસાળકરના પુત્ર હતા. તેઓ કોર્પોરેટર પણ રહી ચૂક્યાં છે. તેમની હત્યાથી રાજ્યમાં સનસની મચી છે.
અભિષેક ઘોસાલકરની હત્યાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રાજ તિલક રોશનનું કહેવું છે કે એમએચબી પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ફાયરિંગની એક ઘટના બની છે, જેમાં બે લોકોના મોત થયા છે અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ફાયરિંગ કેસમાં પોલીસે મેહુલ નામના વ્યક્તિની અટકાયત કરી છે. પૂછપરછ ચાલી રહી છે. લગભગ 7 કલાક સુધી ઘટનાસ્થળની તપાસ કર્યા પછી, પોલીસે એક પિસ્તોલ, એક જીવંત કારતૂસ અને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે.
શિવસેનાઅભિષેક ઘોસાલરની હત્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક લાઈવ દરમિયાન અભિષેક ઘોસાલરને શૂટ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન સમગ્ર ઘટના રેકોર્ડ કરવામાં આવી હતી. ફેસબુક લાઈવ દરમિયાન અભિષેક ઘોસાલર હસતાં હસતાં વાત કરી રહ્યો હતો, આ દરમિયાન માત્ર 12 સેકન્ડમાં તેના પર 5 ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ પછી આરોપી મોરિસે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.