ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે આયોજન
ગણેશ યાગ સહિત ધાર્મિક કાર્યક્રમોના
અંગારીકા ચોથની ઉજવણી કરી
ભરૂચના મકતમપુર સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા છે.
મંગળવાર અને ચતુર્થીની તિથી હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે.આ દિવસે આવતી ચોથ ગણેશ ભક્તો માટે વિશેષ માહાત્મય ધરાવે છે. અંગારકી ચોથના દિવસે ભરૂચના ગણેશ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી.અંગારકી ચોથના દિવસે દુંદાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે.ભકતો ગણેશજીને પ્રિય એવા મોદક,લાલ જાસૂદ,ગોળ અને પૂજાપા સાથે ગણેશની પૂજા અર્ચના કરતા હોય છે.ભરૂચના મકતમપુર ખાતે આવેલા સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરમાં પણ પૂજા અર્ચના સહિતના વિશેષ કાર્યક્રમોના આયોજન કરાયા છે.
આજના દિવસે વહેલી સવારથી જ મંદિર ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.જેમાં સવારે ગણેશ યાગ રાખવામાં આવ્યો હતો. જેમાં પાંચ જોડીએ બેસી પૂજા અર્ચના કરી હતી. આજના શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી વહેલી સવારથી જ દાદાના દર્શન કરવા ઉમટી પડેલા ભક્તોએ પૂજન,અર્ચન કરી પ્રસાદી, મહાઆરતી સાથે અંગારીકા ચોથની ઉજવણી કરી હતી.