ભરુચ ક્રાઇમ બ્રાન્ચે અંક્લેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકના પોકસોના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી સાધુનો વેશ ધારણ કરી ફરતા આરોપીને બાલાસિનોરના પરબીયા ગામ આશ્રમમાંથી ઝડપી પાડ્યો હતો.
ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જીલ્લામાં નાસતા ફરતા અને પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા આપેલ સુચના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પી.આઈ એમ.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહિત સ્ટાફ ભરૂચ જીલ્લાના તમામ પોલીસ મથકના નાસતા ફરતા,પેરોલ જમ્પના આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢવાના પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંક્લેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકના પોક્સો એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી નવલ ઉર્ફે કાળીયો ચંદુભાઇ ભાભોર સાધુના વેશમાં બાલાસિનોરના પરબીયા ગામ પાસે આવેલ લીલવણીયા મહાદેવ આશ્રમ ખાતે રહે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને મૂળ દાહોદના અને હાલ પરબીયા ગામના લીલવણીયા મહાદેવ આશ્રમમાં રહેતો નવલ ઉર્ફે કાળીયો ચંદુભાઇ ભાભોરને ઝડપી પાડી તેને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.