Skip to main content

Satya Tv News

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, આ વખતે ફરી એકવાર ટીમ ઈન્ડિયાની નજર પ્રથમ દાવમાં મોટો સ્કોર કરવા પર હશે. પ્રથમ બે ટેસ્ટ મેચમાં બંને ટીમોએ 1-1થી જીત મેળવીને સીરિઝ રોમાંચક બનાવી છે. હવે આજથી શરૂ થયેલ આ ટેસ્ટ મેચમાં બંને ટીમ જીતીને સીરિઝમાં લીડ લેવા માંગશે. ભારતીય ટીમે આ ટેસ્ટ મેચમાં 4 ફેરફાર કર્યા છે. જેમાં મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાની વાપસી થઈ છે, તેમના સ્થાને મુકેશ કુમાર અને અક્ષર પટેલને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી, જ્યારે શ્રેયસ અય્યર અને કેએસ ભરતની જગ્યાએ સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલને ડેબ્યૂ કરવાની તક મળી છે.

error: