બાંધકામ બોર્ડ અને ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધનવંતરી આરોગ્ય રથ ભરૂચ સિવિલ અને ભરૂચ ભોલાવ આરોગ્ય રથ ને એક વર્ષ પૂર્ણ થતા બંને ધનવંતરી આરોગ્ય રથ ના બધા સહ કર્મચારીઓ અને ધનવંતરી બોર્ડના પ્રોજેક્ટ મેનેજર કિંજલબેન પ્રોજેક્ટ મેનેજર ચેતન જાદવ 108 ના સુપરવાઇઝર સંદીપ પરમાર સાથે રહીને કેક કાપીને એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરેલ હતી બાંધકામ સ્થળે શ્રમિક વસાહતો અને કડિયા નાકા પર જઈને શ્રમિકોને નિશુલ્ક પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ અને લેબોરેટરી ટેસ્ટ કરીને બધા લાભાર્થીઓને લાભો આપેલ છે જે પૈકી બંને આરોગ્ય રથ મળીને 45000 જેવી ઓપીડી એક વર્ષમાં કરેલ છે આરોગ્ય રથમાં શ્રમ કાર્ડ અને ઇ નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવે છે આ બધા કાર્યોમાં મેડિકલ ઓફિસર થી લઈને લેબલ કાઉન્સિલર અને અન્ય સ્ટાફ નો પણ સંપૂર્ણ એક સમાન યોગદાન રહેલું છે.