Satya Tv News

મેષ (અ.લ.ઈ.)
મેષ રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોત ખુલશે તેમજ સ્નેહીમિત્રોથી સહયોગ મળશે અને પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે, રોજગારી માટે સારી તકો મળશે

વૃષભ (બ.વ.ઉ.)
વડીલોનો ઉત્તમ સહયોગ મળશે અને ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે તેમજ રોજગારી માટે ઉત્તમ તકો મળશે, મધુર વાણીથી કામ સરળ બનશે

મિથુન (ક.છ.ઘ.)
ધંધાકીય યોજનાઓ બનાવી શકશો અને નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે તેમજ કરેલો પરિશ્રમ ફળદાયી બનશે, પ્રેમ સંબંધોમાં દૂરી જણાશે

કર્ક (ડ.હ.)
સરકારી કામમાં લાભ મળશે અને ધંધાકીય કામમાં લાભ થશે તેમજ કોર્ટ-કચેરીનાં કામકાજમાં સાચવવું, નાના પ્રવાસના યોગો બને

સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને આર્થિક પાસુ મજબૂત બનશે અને ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે તેમજ લેવડ-દેવડમાં સાચવીને કામ કરવું, ખાવાપીવામાં કાળજી રાખવી

કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને પરિવારજનોનો સહયોગ મળશે અને યાત્રા-પ્રવાસના યોગોથી લાભ થશે તેમજ અવિવાહિતને સારા સમાચાર મળશે, જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે

તુલા (ર.ત.)
આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે તેમજ નોકરીયાતને કામમાં નવીન તકો મળે અને પારિવારિક સંઘર્ષથી દૂર રહેવું, કોઈપણ નિર્ણયો સમજી-વિચારીને લેવા

વૃશ્ચિક (ન.ય.)
પરદેશના કામકાજમાં લાભ થશે અને નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે તેમજ પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવશે, વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે

ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકોને જૂની ઉઘરાણીમાં લાભ થશે તેમજ આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે અને વાહન ચલાવવામાં કાળજી રાખવી, સહકર્મચારીનો સહયોગ મળશે

મકર (ખ.જ.)
જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે અને આવકના નવા દ્વાર ખુલશે તેમજ કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી અને મુશ્કેલીમાંથી માર્ગ મળશે

કુંભ (ગ.શ.સ.ષ.)
ભાઈ-બહેનોના સંબંધમાં મધુરતા જણાશે અને સારા સમાચારથી ખુશીમાં વધારો થશે તેમજ કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે, તનાવવાળા કામકાજમાં સાચવીને કામ કરવું

મીન (દ.ચ.ઝ.થ.)
ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે તેમજ સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે, નોકરીમાં મહેનતનું ફળ મળશે

error: