સોમવારે બોદુરામ બસ લઈને નીકળ્યો હતો. મંગળવારે સવારે બસના એક ટાયરમાં પંચર પડી ગયું હતું. આવી સ્થિતિમાં, તે એક હોટલની સામે જ રોકાઈને પંચર કરાવી રહ્યો હતો અને આ દરમિયાન ટાયર ફાટ્યું અને વિસ્ફોટ સાથે બોદુરામ હવામાં ઉડી ગયો હતો અને 10 ફૂટ ઉંચે ઉછળીને નીચે પટકાયો હતો અને તરત મોત થયું હતું.
ટાયર ફાટવાનો અવાજ ઘણે દૂરથી સંભળાયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. વાયરલ થઈ રહેલા 1 મિનિટ 40 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે બસ પાસે એક વ્યક્તિ ઉભો છે. પછી વિસ્ફોટ થાય છે અને તે વ્યક્તિ હવામાં ઉડી જાય છે. વ્યક્તિ નીચે પડી જાય પછી ઉપરથી ટાયરનો કાટમાળ પણ પડી જાય છે. થોડા સમય પછી ત્યાં ટોળું ભેગું થઈ જાય છે. જે સમયે બસના ટાયરમાં હવા ભરવામાં આવી રહી હતી, તે સમયે લોકો વાહનની અંદર બેઠા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો, જે બાદમાં તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. બ્લાસ્ટનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો ડરી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.