Satya Tv News

પોલીસના જણાવ્યા મુજબ અકુલ બી. ધવન મોડી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ ગુમ થયો હતો અને લગભગ 10 કલાક પછી યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ કેમ્પસની નજીક એક બિલ્ડિંગના વરંડામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. જોકે કેમ્પસ પોલીસ તેના મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેને ક્લબમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ધવનના માતા-પિતાનું માનવું હતું કે, બુસે-ઇવાન્સ રેસિડેન્સ હોલ પાસે કોઈ સર્ચ કરવામાં આવ્યું ન હતું અને યુનિવર્સિટી પોલીસે પ્રોટોકોલનું પાલન કર્યું ન હતું. ANIના અહેવાલ મુજબ તેમણે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવ્યો. એક પત્રમાં ધવનના માતા-પિતાએ જણાવ્યું હતું કે, માતાપિતા તરીકે, અમને જવાબ જોઈએ છે. અમે UI પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

error: