Satya Tv News

ગાંધાર પ્રાથમિક શાળા ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેંટ સોસાઇટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી-સ્પેશયાલીટી હોસ્પિટલ અને GACLના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ માં જરૂરિયાતમંદ લોકો ને નિશુલ્ક ચશ્માં પણ આપવા માં આવ્યા હતા . આ કેમ્પમાં આંખરોગના નિષ્ણાત, હાડકારોગના નિષ્ણાત, સ્ત્રીરોગના નિષ્ણાત, બાળરોગના નિષ્ણાત અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી, દવાઓ અને ચશ્મા પણ નિશુલ્ક આપવા માં આવ્યા હતા. ગાંધાર તથા આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર માથી મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. સમગ્ર કેમ્પ નું સુચારુ આયોજન હોસ્પટિલ ના સામાજિક કાર્યકર શ્રી પ્રિયાંકભાઈ દ્વારા કરવા માં આવ્યું હતું.

error: