ચોમાસાની સીઝનમાં બિસમાર બનેલ અંકલેશ્વરના વોર્ડ નંબર-૯ સહિત સાત માર્ગોના રિકાર્પેટિંગ માટે નગર પાલિકા દ્વારા 45 લાખની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.જે માર્ગોના રિકાર્પેટિંગના કામનું આજરોજ પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતના હસ્તે
ગંગા જમના સોસાયટી ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થ,પૂર્વ પ્રમુખ વિનય વસાવા અને સ્થાનિક નગર સેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.