Satya Tv News

રાપર તાલુકાના ભીમાસર ભુટકિયા ખાતે રવિવારે પત્નીએ પતિને કામ ઉપર જવાનું કહેતાં બોલાચાલી બાદ નશાખોર પતિએ પોતાની પત્નીને છરીના 18 ઘા ઝીંકી તેની કરપીણ હત્યાને અંજામ આપ્યો હોવાની ઘટનાથી પંથકમાં અરેરાટી ફેલાઇ હતી. હત્યારા પતિને પોલીસે રાઉન્ડ અપ કરી લીધો છે. હાલ આ ઘટનાથી બે માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

મુળ પલાંસવાના હાલે રાપરના ગેલીવાડીમાં રહેતા મૃતકના માતા ગૌરીબેન ગેલાભાઇ મકવાણા (રાજપૂત) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમની 32 વર્ષિય દિકરી ગીતાના ભુટકીયા રહેતા મહેશ સુજાભાઈ બાયડ (રાજપૂત) સાથે દસેક વર્ષ પહેલાં લગ્ન થયાં હતાં. સંતાનમાં 6 અને 4 વર્ષના બે પુત્રો છે. મહેશ કડિયાકામ સેન્ટ્રીંગને લગતું છૂટક કામ કરતો હતો

error: