360 કિલો ગૌમાંસ કર્યો કબ્જે
52 હજારનો મુદ્દામાલ કબ્જે
3 આરોપીઓને વોન્ટેડ
અંકલેશ્વરના આલુંજ ગામે પાનોલી પોલિસે ગૌવંશનું કતલખાનું ઝડપી 360 કિલો ગૌમાંસ, કતલ કરવાના ઓજારો સહિત 52 હજારનો મુદ્દામાલ કબ્જે કરી 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
પાનોલી પોસઇ સ્ટાફ સાથે શુક્રવારે નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે આલુંજ ગામે ગાયનું કતલ કરાઈ રહ્યું હોવાની બાતમી મળી હતી. ગામનો અબ્દુલ સુલેમાન પટેલ, પુત્ર આસિફ અને કાલિદાસ વસાવા સાથે મળી તેની બાવળિયા વાળી પડતર જમીનમાં ગૌવંશની માંસ માટે હત્યા કરી રહ્યાં હતાં.મધરાતે વિસ્તારને કોર્ડન કરી દરોડા પાડતા ત્રણેય આરોપી હાથમાં છરા લઈ પશુની કતલ કરતા નજરે પડ્યા હતા. જોકે અંધારાનો લાભ લઇ સ્થળ પરથી અસરોપીઓ ફરાર થઇ ગયા હતા.પોલીસે સ્થળ પરથી કતલ કરેલી ગાયનું ચામડું, 360 કિલો માંસ, બે કુહાડી, 4 છરા મળી કુલ 52 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે કતલ કરવાના ઇરાદે બાંધીને રખાયેલ બળદને બચાવી લીધો હતો. પાનોલી પોલીસે ત્રણેય આરોપી સામે ગૌવંશની કતલનો ગુનો નોંધી તેઓની શોધખોળ આરંભી છે.