Satya Tv News

અંકલેશ્વર-પાનોલી ઔધ્યોગિક વસાહતનો જોખમી ઘન કચરો તાલુકાનાં વિવિધ ગામોની સીમમાં ઠાલવી નાશ કરવામાં આવતો હોવાની અનેક બનાવો ભૂતકાળમાં સામે આવ્યા છે.ત્યારે અજાણ્યા ઇસમો દ્વારા ઔધોગિક વસાહતમાંથી ખરોડ ગામની સીમમાં મદ્રેસા બિલ્ડિંગ પાછળ હેઝાડૅસ કેમીકલ વેસ્ટ અને કેમીકલ વેસ્ટ વોટરનો જાહેરમાં નિકાલ કર્યો હોવાનું સામે આવ્યું છે.જાગૃત નાગરિકોએ આ અંગે જીપીસીબી અને પાનોલી પોલીસને જાણ કરતાં અધિકારીઓએ સ્થળ પર દોડી આવ્યા હતા જીપીસીબીની ટીમે સેમ્પલ લ‌ઇ કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખની છે કે પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલ કેટલાક બેજવાબદાર ઉધોગો જીપીસીબીની ગાઇડ લાઇનનું ઉલ્લંઘન કરી શોર્ટકટ ઉપાય તરીકે પોતાના ઉધોગમાંથી નીકળતો કેમીકલ હેઝાડૅસ વેસ્ટ ગેરકાયદે નિકાલ માટે રૂપિયા આપી આવી રીતે જાહેરમાં નિકાલ કરાવતા હોવાની બૂમો ઉઠી છે.ત્યારે પશુ-પક્ષીઓ માટે અત્યંત જોખમી કેમિકલ્સ ઠાલવતાં તત્વો સામે જી.પી.સી.બી દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

error: