ઓવર બ્રિજ ઉપર ચારેય તરફ ટ્રાફિકજામ
ભર બપોરે વાહન ચાલકો તડકામાં સેકાયા
ટ્રાફિક જવાનોએ પણ ખડેપગે રહે છે
અંકલેશ્વરના સુરવાડી ઓવર બ્રિજ ઉપર ચારેય તરફ ટ્રાફિકજામ સર્જાતા ભર બપોરે વાહન ચાલકો તડકામાં સેકાયા હતા.
અંકલેશ્વરના સુરવાડી ઓવર બ્રિજ ઉપર વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.સાંજ-સવાર વાહન ચાલકો ટ્રાફિકને લઈ હેરાન પરેશાન બન્યા છે.ત્યારે .આજરોજ ભર બપોરે અંકલેશ્વરના સુરવાડી ઓવર બ્રિજ ઉપર ચારેય તરફ વાહનોની લાંબી લાઈનો નજરે પડી હતી ટ્રાફિકજામને લઈ વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા જો કે ભર બપોરના તડકામાં પોલીસ જવાનો અને ટ્રાફિક જવાનોએ પણ ખડેપગે રહી ટ્રાફિકનું સંચાલન કર્યું હતું.ત્યારે રાતના સમયે ભારે વાહનોને પ્રવેશ આપવામાં આવે તો દિવસ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સામે રાહત મેળવી શકાય તેમ છે.