Satya Tv News

જામનગર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી મળ્યો દારૂ
શૌચાલય પાસેથી બિન વારસી દારૂ મળ્યો
26 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપરથી પોલીસે જામનગર સુપર ફાસ્ટ ટ્રેનમાંથી બિન વારસી હાલતમાં 26 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ભરુચ રેલ્વે પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપર પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉભેલ જામનગર સુપર ફાસ્ટ ટ્રેનના શૌચાલય પાસે વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં શૌચાલય પાસેથી બિન વારસી હાલતમાં વિદેશી દારૂની 528 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 26 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Created with Snap
error: