Satya Tv News

સદાનંદ હોટલથીGIDCનો બનશે રોડ
6 મહિના માટે વૈકલ્પિક રોડનો ઉપયોગ
4થી મેના રોજથી 5-11-24 સુધી બંધ

અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં સદાનંદ હોટલથી જી.આઈ.ડી.સી તરફના માર્ગના નવીનીકરણની કામગીરીને પગલે વાહન ચાલકો 6 મહિના માટે વૈકલ્પિક રોડનો ઉપયોગ કરવાનો વારો આવ્યો છે.

https://www.instagram.com/reel/C6vg6Q5AJBd/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેની સદાનંદ હોટલથી જી.આઈ.ડી.સી તરફ જતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હતો જેને પગલે સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન થકી અંકલેશ્વર નોટિફાઇડ ઓથોરીટીમાં રજૂઆત કરી હતી જે બાદ જી.આઈ.ડી.સી.કાર્યપાલક ઇજનેરની કચેરી દ્વારા અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં સદાનંદ હોટલથી જી.આઈ.ડી.સી તરફના માર્ગના નવીનીકરણની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે.જેને કારણે ગત તારીખ-4થી મેના રોજથી 5-11-24 સુધી 6 મહિલા માટે વાહન ચાલકોએ વૈકલ્પિક રોડનો ઉપયોગ કરવાનો વારો આવ્યો છે.વાહન ચાલકોએ વાલિયા ચોકડીથી જી.આઈ.ડી.સી. તરફના એન્ટ્રી રોડ અને દેસાઇ પેટ્રોલ પંપની એન્ટ્રીથી જી.આઈ.ડી.સી. રોડનો ઉપયોગ કરવા વાહન ચાલકોને જણાવાયું છે.આ માર્ગના નવીનીકરણની કામગીરીને પગલે વાલિયા ચોકડી ખાતે ચારેય તરફ સવાર-સાંજ ટ્રાફિકની સમસ્યાનું નિર્માણ થયું છે.ત્યારે વાલિયા તરફથી આવતા ભારે વાહનોને અન્ય માર્ગ સૂચવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યાને નિયંત્રણમાં લઈ શકાય તેમ છે.

error: