Satya Tv News

અંકલેશ્વર તું મને ગમતી નથી હું બીજી પત્ની લઇ આવીશ તેવી ધમકી આપનારા પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

અંકલેશ્વરના કોસમડી ગામની સંસ્કારધામ સોસાયટીમાં રહેતી સિમરન સોલંકીને વર્ષ-2021માં સફેદ કોલોની ખાતે રહેતો રાજવીજહૂંડીવાલા સાથે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ લગ્ન કર્યા હતા લગ્ન દરમિયાન પતિ પરણીતાને એનકેન પ્રકારે લડાઈ ઝઘડો કરી જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી તું મને ગમતી નથી હું બીજી પત્ની લઇ આવીશ તેમ કહી ઝગડા કરતો હતો.

દહેજમાં 3 લાખ રૂા. લઇ આવવાની માગ કરી ત્રાસ આપતો હતી. આખરે પત્નીએ પતિ વિરૂધ્ધ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પત્નીની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ માટેના ચક્રો ગતિમાન કરી આરોપીઓની ધરપકડ માટેની કવાયત પણ હાથ કરી છે

error: