Satya Tv News

સવા વર્ષથી મરામત બાદ બ્રિજમાં ગોબાચારી
બ્રિજમાં રિતાડ પડી હોવાના પુરાવાઓ સામે આવ્યા
દ્રશ્યો સામે આવતા ઉઠ્યા સવાલો

ભરૂચ જીલ્લાની નમાલી રાજકીય નેતાગીરીના રાજમાં સરકારી અધિકારીઓ નરી ગોબાચારી કરી રહ્યા છે. સવા વર્ષથી મરામત હેઠળ રહેલ ONGC બ્રિજના કામમાં ગોબાચારી થઇ હોવાના દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઉદભવી રહ્યા છે.

છેલ્લા સવા વર્ષથી અંકલેશ્વર શહેર ને જોડતા ONGC બ્રિજના મરામત અને નવીનીકરણની કામગીરી પુર્ણ થઇ પરંતુ બ્રિજની કામગીરીમાં ગોબાચારી થઇ હોવાનુ સામે આવી રહ્યુ છે. હલકી ગુણવતાની કામગીરીની પોલંપોલ ખુલ્લી પડી રહી છે. હજુ તો માંડ પંદર દિવસો થયા આ બ્રિજને શરૂ થયા પણ બ્રિજની મરામતની કામગીરીમાં કચાશ રહી ગઈ હોય તેવુ લાગી રહ્યુ છે.

ONGC બ્રિજને અડીને સપોર્ટ એરીયા ઉભો કરાયો છે તેમાં તિરાડો પડવા આવી છે. જે હલકી ગુણવતા પુરાવા રજૂ કરે છે. બ્રિજની નીચે લવલી સ્વીટની દુકાનને અડીને બ્રિજની મજબૂતાઈ માટે જે સપોર્ટ પીલર ઉભા કરાયા છે. તેમાં અત્યારથી જ તિરાડો પડેલી જોવાતા આશ્ચર્ય સર્જાયું છે. કેટલીક ઠેકાણે કોન્ટ્રાકટર દ્વારા તિરાડો છુપાવવા વહાઈટ સિમેન્ટનો ઉપયોગ કરાયો છે. પરંતુ તેનાથી કંઈ ચોરી કે ગોબાચારી છુપાય તેમ નથી. બ્રિજની મરામત બાદ ફિટનેશ સર્વે ટાણે જવાબદાર અધિકારીઓને આ તિરાડો શુ નજરે ચઢી નહીં હોય તેવા સવાલો ઉદભવી રહ્યા છે. પરંતુ કોન્ટ્રાકટર સાથેના મેળાપીપણામાં ખાઈ બેઠેલા અધિકારીઓની નિષ્ઠા સામે પણ આ તિરાડો પ્રશ્નાર્થ ઉભા કરી રહી છે.

error: