Satya Tv News

સુરતના પરવત ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની ધો.8 માં ભણતી 14 વર્ષની તરુણી અઠવાડીયા અગાઉ બાજુમાં રહેતી બહેનપણીના ઘરે ગઈ હતી ત્યારે બાથરૂમમાં નહાતા બહેનપણીના ભાઈએ ટુવાલ લેતી વખતે તેને બાથમાં ભીડી છેડતી કરી ધમકી આપી હતી.ગભરાયેલી તરુણીએ ગળે ચપ્પુ ફેરવી આપઘાતનો પ્રયાસ કરતા તરૂણીની માતાએ પાડોશી યુવાન વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 23 વર્ષીય યુવાનની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતમાં પરવત ગામ ખાતે રહેતા શ્રમજીવી પરિવારની 14 વર્ષની પુત્રી મીતા ( નામ બદલ્યું છે ) ધો.8 માં અભ્યાસ કરે છે.ગત 18 મી ના રોજ રાત્રે 8.30 વાગ્યે મીતા પડોશમાં રહેતી બહેનપણી જ્યોતિના ઘરે ગઈ હતી.તે સમયે જ્યોતિ તેની દીકરીને દૂધ પીવડાવતી હતી અને તેનો ભાઈ રોહીત દિપક વારડે રૂમની અંદરના બાથરૂમમાં નહાવા ગયો હતો.રોહીતે ટુવાલ માંગતા જ્યોતિએ મીતાને ટુવાલ આપવા કહ્યું હતું.મીતા ટુવાલ આપવા જતા રોહીતે તેનો હાથ પકડી બાથરૂમ પાસેની દિવાલ પાસે બાથમાં ભીડી દઈ છેડતી કરી હતી.તેણે ધમકી પણ આપી હતી કે જો કોઈને આ વાત કરશે તો તને મારી નાંખીશ.મીતા તેને ધક્કો મારી ભાગીને દાદી પાસે ગઈ હતી અને બનાવની જાણ કરી હતી.અત્યંત ગભરાયેલી મીતાએ શાક સમારવાનું ચપ્પુ લઈ પોતાના ગળાના ભાગે મારી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.

error: