અંકલેશ્વર જીઆઇડીસીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને સ્પા સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરુચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ગણેશ સ્ક્વેરમાં સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવે છે.જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. ગણેશસકવેરના પી.પી.સ્પામાં કુટણખાનું ચાલતું હોવાનું બહાર આવ્યું હતું જ્યાંથી પોલીસે સ્પાના સંચાલક અને ભરૂચના વેજલપુર પીરકાંઠી વિસ્તારમાં રહેતો સંકેત મૈસુરિયાની ધરપકડ કરી હતી.આરોપી સ્પાની આડમાં કુટણખાનું ચલાવતો હતો અને કેટલીક યુવતીઓને સેક્સ વર્કર તરીકે કામ કરાવતો હતો. પોલીસ સ્પામાંથી રૂપિયા 27 હજાર થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ 1956ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.