https://www.instagram.com/reel/C8ZEDKvgRpB/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન રોડ પર એક કબૂતર વીજ થાંભલાની ટોચે ફસાઈ ગયું હતું. ત્યારે પક્ષીપ્રેમી યુવાને સીડીની મદદથી ઉપર જઈ જીવના જોખમે પહેલા વીજલાઈન બંધ કરાવીને કબૂતરનું રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો હતો.
અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન રોડ પર એક કબૂતર વીજ થાંભલાની ટોચે ફસાઈ ગયું હતું. થાંભલાની ટોચે કબૂતરના પગમાં દોરી વીંટાઈ જતા તે ઉડી શકતું નહોતું. આ દૃશ્યો જોતાં જ સ્થાનિકો સહિત જીવદયા પ્રેમીઓ એકઠા થયા હતા અને વીજતાર પર ફસાયેલા કબૂતરને બચાવવા માટે વીજ કચેરીએ જાણ કરી હતી. બનાવના પગલે વીજકર્મીઓ ઘટના સ્થળે પહોંચી થોડા સમય માટે વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. ત્યારે પક્ષીપ્રેમી યુવાને સીડીની મદદથી ઉપર જઈ કબૂતરનું રેસ્ક્યૂ કર્યું હતું. જોકે, પોતાના જીવની પરવાહ કર્યા વગર કબૂતરનો જીવ બચાવનાર યુવાનનો સાચો પક્ષી પ્રેમ જોઈ સૌકોઈ આશ્વર્ય પામ્યા હતા. પક્ષીપ્રેમી યુવાનની જાગૃતતા અને ફરજનિષ્ઠ વીજકર્મીઓની જહેમતથી કબૂતરનો જીવ આબાદ બચી જતા લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.