અંકલેશ્વર તાલુકાનાં અવાદર ગામની નવી નગરીમાં રહેતા યુવાનને બ્લેક મેઈલ કરનાર ઈસમ વિરુધ્ધ બી ડિવિઝન પોલીસે અરજી અપાઈ હતી
અંકલેશ્વર તાલુકાનાં અવાદર ગામની નવી નગરીમાં રહેતા અનિલ રમેશ વસાવા ઝઘડીયાની એગ્રોટેક કંપનીમાં સુપર વાઇઝર તરીકે નોકરી કરે છે.જેઓના મોબાઈલ ફોન ઉપર અંકલેશ્વરના મોતાલી ગામનો મુકેશ વસાવા ફોન આવ્યો હતો.જેણે યુવા સાથે અશ્લીલ વાતો કરી તેને હેરાન પરેશાન કરી રૂપિયાની માંગ કરે છે અને યુવાનના મિત્રોને બીભત્સ ફોટો મોકલી હેરાન કરે છે.આ ઇસમે ઈંટાગ્રામ આઈડી થકી પીર પારડી ગામના યુવાનને પણ અશ્લીલ ફોટો મોકલ્યા હતા જેથી આ ઈસમ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અરજી આપવામાં આવી છે.