Satya Tv News

સોનાના વાયદાના ભાવમાં આજે ઉછાળા સાથે શરૂઆત થઈ હતી. પરંતુ બાદમાં તેના ભાવમાં ઘટાડો થયો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો બેન્ચમાર્ક ઓગસ્ટ કોન્ટ્રાક્ટ આજે રૂ. 51ના વધારા સાથે રૂ. 71,518 પર ખૂલ્યો હતો. આ કોન્ટ્રેક્ટ રૂ.54ના ઘટાડા સાથે રૂ.71,413ના ભાવે ટ્રેડ થઇ રહ્યો હતો. આ સમયે તે દિવસની ઊંચી સપાટીએ રૂ. 71,522 અને દિવસની નીચી સપાટી રૂ. 71,370 પર પહોંચ્યો હતો. નોંધનિય છે કે, સોનાના વાયદાનો ભાવ ગયા મહિને રૂ. 74,442ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાની શરૂઆત આજે સુસ્તી સાથે થઈ હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક જુલાઈ કોન્ટ્રાક્ટ આજે રૂ. 76ના ઘટાડા સાથે રૂ. 86,861 પર ખૂલ્યો હતો. આ કોન્ટ્રાક્ટ રૂ.87ના ઘટાડા સાથે રૂ.86,850 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે તે દિવસના ઉચ્ચ સ્તરે રૂ. 87,141 અને દિવસની નીચી સપાટી રૂ. 88,850 પર પહોંચ્યો હતો. ગયા મહિને ચાંદીના વાયદાના ભાવ રૂ. 96,493ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા.

error: